In English

બર્ડ કાર્યક્રમમાં કોણ જોડાઇ શકે?

પરિવર્તનનો પ્રવાહ (નાનકડા વીજપાલો ગુજરાતના ખૂણે-ખૂણે ઊર્જાબચતનો સંદેશ પહોંચાડવા પ્રતિબદ્ધ છે, તત્પેર છે. તો ચાલો, તમે પણ આ ઝુંબેશમાં જોડાઇ જાવ.
તમે એક વિદ્યાર્થી તરીકે અથવા એક વયસ્કો ઊર્જાશાણા વપરાશદાર તરીકે કાર્યક્રમમાં જોડાઇ શકો છો. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ઘરનાં વડીલો, ખેડૂતો, ચાવાળા, કરિયાણાના વેપારી, શાકભાજી વેચનાર, ઇજનેર, ભજનમંડળી, સ્થાીનિક કાર્યકર, આદિવાસી અને ગામડાંનો રહીશ સહુ કોઇ કાર્યક્રમમાં જોડાઇ શકે છે.
જેમ વીજળીના પ્રવહન માટે પોઝીટીવ અને નેગેટીવને જોડવા સરકીટ જોઇએ તેમ બર્ડના ઉદ્દેશને હાંસલ કરવા બર્ડ સરકીટ જોઇએ. બર્ડ સરકીટમાં ઊર્જા આગેવાન શિક્ષકો, બાળકો, સામાજિક કાર્યકર્તાઓ, ઊર્જાશાણા વપરાશદારો સહુ કોઇનો સમાવેશ થઇ શકે છે, શરત એટલી કે તેઓ સહુ વીજવ્યરય અને વીજચોરી સામે જનમત ઊભો કરવા માટે પ્રતિબદ્ધ હોય. દળના તમામ સભ્યોક પોતાના ઘર, શાળા તેમજ નિકટવર્તી સમાજમાં ઊર્જાનો કાર્યદક્ષ ઉપયોગ થાય તે જોવાની પ્રતિજ્ઞા લેશે.

ઊર્જા રક્ષકદળઃશાળાના બાળકો આ કાર્યક્રમના મુખ્ય આધારરૂપ છે. પ્રતિવર્ષ રાજ્યની ૧૮૦૦ શાળાઓના ધોરણ-૭ થી ૧૧માં ભણતા શાળાદીઠ રપ બાળકો ઊર્જારક્ષકની ભૂમિકામાં પ્રવૃત્ત થાય છે.
આમ રાજ્યના તમામ ગામ, શહેરી અને આદિવાસી વિસ્તા રો મળીને ૪પ,૦૦૦ વિદ્યાર્થીઓ બર્ડ કાર્યક્રમમાં સક્રિય છે. દળમાં છોકરા-છોકરીઓની સંખ્યાર સમાન રહે તેવી અમારી કોશિશ રહી છે. ગ્રીન સ્કૂયલ કાર્યક્રમ હેઠળ કાર્યરત ઇકોક્લબના દોઢ લાખ છોકરાં પણ ઊર્જાદૂતની ભૂમિકામાં બર્ડ કાર્યક્રમ હેઠળ કાર્યરત છે.  

ઊર્જા આગેવાનઃબર્ડ કાર્યક્રમ હેઠળ નોંધાયેલ પ્રત્યે્ક શાળાના શાળાદીઠ બે શિક્ષકો ઊર્જા આગેવાનની ભૂમિકામાં ઊર્જારક્ષક વિદ્યાર્થીઓને બર્ડ કાર્યક્રમનો પોતાની શાળામાં અમલ કરવા જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડે છે.

Urja Saarthis: The Urja Saarthis’ are trained to guide and act as mentors for the programme at the implementation level and they form the link to all the Urja Rakshak Dals across the state.

ઊર્જા સારથીઃ: ઊર્જા સારથીની રાહબરી હેઠળ ઊર્જારક્ષકો પોતાની કામગીરી પૂર્ણ કરે છે, રાજ્યભરના તમામ ઊર્જારક્ષક દળ વચ્ચેી તે કડીરૂપ કામગીરી કરે છે. .

ઊર્જા સંચાલકઃલોકવિજ્ઞાન કેન્દ્રળના સંચાલકો બર્ડ કાર્યક્રમનો પોતાના જિલ્લા માં અમલ થાય તે માટે સંકલનની સમગ્ર કામગીરી સંભાળે છે.