In English

કાર્યક્રમના સહભાગીઓ અને અમલકર્તાઓ

ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીા ગુજરાત રાજ્યમાં બાલ ઊર્જા રક્ષક દળ કાર્યક્રમનો અમલ કરી રહી છે, આ કાર્યક્રમ માટેની તે નોડલ અને રિસોર્સ એજન્સીર છે, કાર્યક્રમના પ્રથમ વર્ષે ગુજરાત વિદ્યુતબોર્ડ સહિત રાજ્યના અન્યટ મુખ્યઅ ૮ વીજતંત્રોએ કાર્યક્રમના અમલ અર્થે નાણાં ભંડોળ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ માટે ગુજરાત સરકારનો પણ સંપૂર્ણ સહયોગ સાંપડે છે. ગુજરાતના માનનીય મુખ્યુમંત્રીશ્રી, અને ઊર્જા મંત્રીશ્રી, સમયાંતરે કાર્યક્મની સમીક્ષા કરતા રહી જરૂરી માર્ગદર્શન આપતાં રહે છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનાં ગાઢ સંકલનમાં કાર્યક્રમનો અમલ કરાઇ રહ્યો છે, જેથી શાળા સંચાલકોનો સંપૂર્ણ સહયોગ સાંપડે અને પરિણામે શાળાના શિક્ષકો કાર્યક્રમમાં સક્રિય ભાગ લઇ શકે. શાળાના શિક્ષકોને કાર્યક્રમ સંલગ્ન તાલીમ અને પ્રવૃત્તિઓ માટે પ્રવાસ ભથ્થું અને રજા મળવાપાત્ર છે.
 GUJCOST link for CSCs

વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર ક્ષેત્રે પ્રવૃત્ત લોકવિજ્ઞાન કેન્દ્રો ને જે તે જિલ્લા માં બર્ડ કાર્યક્રમના અમલ માટેના સ્થા્નિક સહભાગી તરીકે મુકરર કરાયા છે.

ર૦૦૪-૦પના વર્ષમાં કાર્યક્રમના સહભાગીઓ હતાઃ

  1. ગુજરાત પગુથાન એનર્જિ કોર્પોરેશન GPEC
  2. ગુજરાત રાજ્ય વીજનિગમ લિમિટેડ GSECL
  3. ગુજરાત રાજ્ય ઊર્જાઉત્પામદન લિમિટેડ GSEGL
  4. ગુજરાત ઇન્ડયસ્ટ્રીડઝ પાવર કંપની લિ. GIPCL
  5. અમદાવાદ ઇલેક્ટ્રીસીટી કંપની લિ. AEC
  6. સુરત ઇલેક્ટ્રીસીટી કંપની લિ. SEC
  7. એસ્સાઇર પાવર લિમિટેડ. EPL
  8. ગુજરાત રાજ્ય ઊર્જા નિગમ લિ. GSECL

 

ર૦૧૦-૧૧ના વર્ષમાં રાજ્યભરમાં કાર્યક્રમનો અમલ વિજ્ઞાન અને પર્યાવરણના પ્રચાર-પ્રસાર ક્ષેત્રે પ્રવૃત્ત લોકવિજ્ઞાનકેન્દ્રો /સ્વૈ્ચ્છિઞક સેવા સંસ્થાણઓ કરે છે.