કાર્યક્રમની પહોંચ
જૂન, ર૦૦૪ માં બર્ડ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી તેનો વ્યાપ વિસ્તરતો જ ગયો છે. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ઘરના વડીલો, ખેડૂતો, ચાવાળા, શાકભાજી વેચનાર, ભજન મંડળીઓ, ખેડૂતો, સ્થાનિક કાર્યકરો, ઇજનેરો, આદિવાસીઓ અને ગામડાંના રહીશો ઊર્જાબગાડ અટકાવવામાં રસ ધરાવતાં થયાં છે.
આજે રાજ્યના બાલ ઊર્જા રક્ષક દળમાં રાજ્યના ધોરણ-૭ થી ૧૧માં ભણતા ૪પ,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૩,૬૦૦ ઊર્જા આગેવાન શિક્ષકો છે.
રાજ્યના તમામ ર૫ જિલ્લા આવરી લેવાય તે રીતે શહેરી, ગ્રામીણ અને આદિવાસી ૧૮૦૦ શાળાઓની બર્ડ કાર્યક્રમ હેઠળ નોંધણી કરવામાં આવી છે.
૨૦૦૬ના વર્ષથી જેડાએ બર્ડ કાર્યક્રમ હેઠળ ૧૮૦૦ પ્રાથમિક અને ૧૮૦૦ માધ્યમિક શાળાઓની નોંધણી કરી છે. આ શાળઓમાં શાળા કક્ષાએ બર્ડ કાર્યક્રમનો અમલ થશે.
બાલ ઊર્જારક્ષક દળના સભ્યોoને ઓળખ પેટે ટોપી, બિલ્લા , ઓળખપત્રક અને રંગીન પટ્ટી આપવામાં આવે છે.
બર્ડના માહિતી સંપુટમાં ઊર્જા, વીજળી, પુનઃપ્રાપ્યી ઊર્જા, ઊર્જા સંરક્ષણ વિષયના પુસ્તઆકો અને જ્ઞાન સાથે ગમ્મિત સ્વnરૂપે ઊર્જા શિક્ષણ અને પારસ્પુરિક મલ્ટી૦મીડિયા CD છે.
બર્ડ કાર્યક્રમ અંતર્ગત તૈયાર કરાયેલ પુસ્ત કો તમે જોઇ શકો છો- બર્ડ પ્રકાશનો
પહોંચના વ્યારપમાં વધારો
ર૦૦પ-૦૬ ના વર્ષમાં બાલ ઊર્જા રક્ષક દળ કાર્યક્રમ હેઠળ નોંધાયેલ શાળાઓ ઉપરાંત ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલયે શરૂ કરેલ નેશનલ ગ્રીન કોપર્સ કાર્યક્રમ હેઠળ નોંધાયેલ ૩૭પ૦ શાળાઓ પણ જોડાઇ, આ શાળાઓના આશરે ૧,૭૫,૦૦૦ વિદ્યાર્થીઓ ઊર્જાદૂત તરીકે બર્ડ કાર્યક્રમમાં જોડાયા, આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે જે તે શાળાના શિક્ષકોને બાલઊર્જા રક્ષક દળની વિવિધ પ્રવૃત્તિઓથી અવગત કરાય છે. અને આવશ્યતક માહિતી સંપુટમાં પૂરો પાડવામાં આવે છે



