ગુજરાતને ઊર્જાશાણું બનાવો. ઊર્જાનો કાર્યદક્ષ અને પ્રામાણિક ઉપયોગ કરો.
ઊર્જારક્ષક તરીકે આપણે સહુએ ઊર્જા પરિવર્તન માટે પ્રવૃત્ત થવાનું છે. આપણે ગુજરાતની જનતાને ઊર્જાનો શાણપણભર્યો અને નેકીબુધ્ધિપૂર્વકનો ઉપયોગ કરવા પ્રેરવાની છે.આપણો મુખ્ય ઉદ્દેશ છેઃ- લોકો ઊર્જાનો જવાબદારીપૂર્ણ ઉપયોગ કરે.
- લોકો ઊર્જાનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરે.
- લોકો ઊર્જાનો સંયમિત ઉપયોગ કરે.
ચિરસ્થાયી વિકાસ કાજે કોણ ઊર્જાની યોગ્ય પસંદગી કરે છે?
ઊર્જાનો યોગ્ય ઉપયોગ કરનાર જાણે છે કે .........
- આર્થિક વિકાસ માટે પર્યાપ્ત માત્રામાં પરવડે તેવી કિંમતે, વિશ્ર્વાસપાત્ર અને સલામત ઊર્જા પુરવઠો જરૂરી છે.
- ઊર્જા એ એક મહામૂલી સંપદા છે, તેને વેડફી દેવાય નહીં.
- રાજ્યની ૭૦ ટકા વીજમાંગ કોલસા જેવા નષ્ટપ્રાય ખનીજ બળતણો થકી સંતોષાય છે. વીજળી વાપરવામાં સુગમ રહે છે, પણ ખર્ચાળ પડે છે.
- ખનીજ બળતણો થકી કરાતા વીજઉત્પાદનથી જમીન, હવા અને પાણી જેવી ઊર્જાસંપદા પ્રદૂષિત થાય છે. અને વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે.
- દરેક ઊર્જાનો પ્રામાણિક ઉપયોગ કરવો જોઇએ. વીજચોરી કદાપી ન કરવી જોઇએ. મીટર સાથે ચેડાં ન કરવા જોઇએ. ગેરકાયદે કે ખોટી રીતે વીજવપરાશ ન કરવો જોઇએ.
- અપ્રામાણિક વીજ વપરાશદાર ઊર્જાબિલમાં ઘટાડો મેળવી લે છે પણ સાથેસાથે ઊર્જાવપરાશની ખોટી ટેવોને પણ પોષે છે.
- દરેક વ્યક્તિએ વીજળીબિલ નિયમિત ભરવું જોઇએ. બધાં જ જો પ્રામાણિક હોઇએ તો અંધારપટ કે વીજકાપ વિના સહુને પૂરતી વીજળી પૂરી પાડી શકાય.
- શક્ય હોય ત્યાં અને ત્યારે સૂર્યકૂકર, સોલર વોટર હીટર, બાયોગેસ પ્લાન્ટ, પાણી ઉપર ચઢાવવા પવનચક્કી જેવા પુનઃપ્રાપ્ય ઊર્જાયંત્રો વાપરી પરંપરાગત ઊર્જાની બચત કરવી જોઇએ.
- ઊર્જાનો કાર્યદક્ષ, શાણપણભર્યો અને પ્રામાણિક ઉપયોગ કરીશું તો રાજયનું અર્થતંત્ર વિકસશે અને લોકો વઘુ સમૃદ્ધ બનશે.
- વીજચોરી અટકતાં જે આવક વધશે તેનાથી વીજમથકની કક્ષા ઊંચી લવાશે અને વીજમાંગને પહોંચી વળવા નવા વીજમથક સ્થપાશે.
- ઊર્જાની બચત કરીએ તો કુદરતી સ્રોતનું જતન થશે.
આપણે ઊર્જાનો કાર્યદક્ષ ઉપયોગ નહીં કરીએ, અને ઊર્જાનો બેફામ ઉપયોગ કરતાં રહીશું તો એક દિવસ ઊર્જા ખલાસ થઇ જશે અને પ્રગતિ અટકી પડશે. આપણા ભાવિને સલામત રાખવા ઊર્જાનો કાર્યદક્ષ ઉપયોગ કરો. શક્ય હોય ત્યાં પુનઃપ્રાપ્ય ઊર્જા વાપરો.
ડિજીટલ સાક્ષરતા વધારવા અને માહિતી, સંચાર અને તાલીમના ICT મોડ્યુલને વધુ સંગીન કરવા ર૦૧૦-૧૧ના વર્ષથી શાળાઓની નોંધણી વેબસાઇટ પર કરવાનું શરૂ કરાયું. શાળાના ઊર્જાઆગેવાન શિક્ષકોને GUJSAT ના જોડાણ મારફત BISAG Node થી તાલીમ પૂરી પાડવામાં આવી.
આમ બર્ડ કાર્યક્રમની વેબસાઇટ www.burd.ong.in ૨૦૦૪-૦૫ થી હતી. તે હવે પારસ્પરિક બની.



